ડાંગમાં સસ્તા બજેટમાં શરૂ થયું શાનદાર ‘DNRC હોમસ્ટે’
ડાંગ ન્યૂઝ : શહેરી કોલાહલ અને રોજબરોજની વ્યસ્ત જીંદગીથી દૂર પ્રકૃતિના શાંત વાતાવરણમાં વીકેન્ડ ગાળવા માંગતા પ્રવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. ગુજરાતના પ્રખ્યાત પ્રકૃતિ ધામ એવા ડાંગ જિલ્લાના સુંદર જંગલો અને અંતરિયાળ ગામડાઓની વચ્ચે પ્રવાસીઓ માટે બજેટ-ફ્રેન્ડલી અને આરામદાયક રોકાણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ડીએનઆરસી (Dang Nature Research Center - DNRC) દ્વારા પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ આફોર્ડેબલ હોમસ્ટે (Affordable Homestay) ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રકૃતિના ખોળે ઘર જેવું વાતાવરણ અને સુવિધાઓ
DNRC હોમસ્ટે પ્રવાસીઓને જંગલની વચ્ચે પ્યોર ઇકો-ટૂરિઝમનો અહેસાસ કરાવે છે. અહીં ઉપલબ્ધ મુખ્ય આકર્ષણો અને સુવિધાઓ નીચે મુજબ છે:
-
- સ્વચ્છ અને આરામદાયક રૂમ્સ: રહેવા માટે એકદમ સ્વચ્છ, સુરક્ષિત અને આરામદાયક હોમસ્ટે આવાસ.
- કુદરતી વાતાવરણ: ચારેય તરફ ગીચ જંગલો, હરિયાળી અને શાંતિથી ઘેરાયેલું લોકેશન.
- અસલી ડાંગી ભોજન: પ્રવાસીઓની ડિમાન્ડ પર ઓર્ગેનિક અને અસલી સ્થાનિક ડાંગી સ્વાદિષ્ટ ભોજન (Authentic Local Food) પીરસવામાં આવે છે.
- એડવેન્ચર એક્ટિવિટીઝ: ટ્રેકર્સ માટે નેચર ટ્રેઇલ્સ અને જંગલ વોક (Jungle Walks) નો અનોખો અનુભવ.
ફેમિલી, બાઇકર્સ અને ફોટોગ્રાફર્સ માટે બેસ્ટ ડેસ્ટિનેશન
આ હોમસ્ટે માત્ર પરિવારો કે કપલ્સ માટે જ નહીં, પરંતુ એડવેન્ચરના શોખીન બાઇકર્સ, રાઇડર્સ, ફોટોગ્રાફર્સ અને નેચર લવર્સ માટે પણ આશીર્વાદ સમાન છે. ખૂબ જ વ્યાજબી અને સસ્તા ભાવે ઉપલબ્ધ આ હોમસ્ટે ડાંગના અણછતાં સૌંદર્યને ખૂબ નજીકથી જોવાની અદ્ભુત તક આપે છે.
જો તમે પણ ડાંગની અવિસ્મરણીય સફર માણવા અને તમારા રોકાણ માટે બુકિંગ કરવા માંગતા હોવ, તો આજે જ DNRC નો સંપર્ક કરીને તમારો સ્ટે બુક કરાવી શકો છો.
Follow Us:
