હેતલબહેનની ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી

દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરતા ગુજરાતના શિક્ષિકા શ્રી હેતલબહેન રાણા ! ગુજરાતની એક સરકારી શાળામાં ગ્રીન સ્ક્રીન એ માત્ર ટેકનોલોજી નથી, પણ દીકરીઓ માટે અંગ્રેજી શીખવાનો મંચ છે. અહીં દીકરીઓ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલે છે, અભિનય કરે છે અને શીખે છે.
હેતલબહેનની ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી
AI Teacher Hetalben Rana

ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી થાય છે અને અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે.થોડી જ મિનિટો બાદ આ જ દીકરીઓ કાર્ટૂન પાત્રો સાથે કે કોઈ અલગ સ્થળના દૃશ્યમાં જોવા મળે છે. આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વીડિયો બનાવતી એપ્લિકેશન્સની મદદથી શક્ય બન્યું છે. અને આ પ્રયોગ કરી રહ્યા છે શાળાના ભાષા-શિક્ષિકા શ્રી હેતલબેન રાણા.

શ્રી હેતલબેન માટે ટેકનોલોજી એ ભણતરને રસપ્રદ બનાવવાનું સાધન નથી. પણ અંગ્રેજી શીખતી વખતે બાળકોના સંકોચને દૂર કરવાનો  એક રસ્તો પણ છે.

શ્રી હેતલબહેનની આ જ પહેલના કારણે ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે. હેતલબેન માટે આ સન્માન તેમના બે દાયકાની શિક્ષણયાત્રાનો પડાવ છે. તેમની આ સફરની શરૂઆત તેમની પોતાની માતાની પ્રેરણાથી થઈ હતી.માતાને જોઈને શિક્ષક બનવાનું સપનું તેમણે સેવ્યું હતું.

છેલ્લાં 12 વર્ષથી તેઓ ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષણ આપી રહ્યાં છે;
સમયની સાથે તેમનો વર્ગખંડ પરંપરાગત શિક્ષણની સાથે ડિજિટલ ટેકનોલોજીના નવા પ્રયોગો માટે પણ જાણીતો બન્યો છે…
ઉપરાંત, શાળાના પરિસરમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જાળવણી માટે પણ તેમણે પ્રયાસ કર્યો છે; હેતલબહેનના પ્રયોગોના કારણે જે દીકરી ક્યારેક અંગ્રેજીમાં બોલતાં સંકોચ અનુભવતી હતી, તે આજે કેમેરાની સામે ઊભી રહીને અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરે છે…
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શિક્ષકનો વિકલ્પ ન બની શકે : શ્રી હેતલબહેન રાણા
Follow Us: